Loading...
C. U. Shah University

Theme Song

In the Heritage City, Sun Light Colours of saffron and orange spread insight to dream and walk the way to right soar in the sky to a new height shine and under the shelter of Wadhwan Bharti Trust there stands the temple of wisdom C. U. Shah University.

Only one prayer – let the sky rain tears on him, Always keep meeting knowledgeable people with experience. Watered with love, the flower of knowledge and the flower of knowledge blossom, We get tired of our art and skill and become separated from others,Although we are different, we are tired of knowing, but we love everyone, Avnipat wandered with the ideal of service.

Lets talk about University to everyone,
Let us take knowledge into our hearts.


Play Song

University Song Script

સી. યુ. શાહ યુનિવર્સિટીની
અમે વાત બધાને કરીએ,
અમે જ્ઞાન હૃદયમાં ધરીએ.

ઝાલાવાડની ધરતીમાં વિદ્યાનું બી એક વાવ્યું,
વર્ધમાના ભારતી મંડળ વટવૃક્ષ થયું ને ફાલ્યું.
સમય સાથ તપ-તેજ વધ્યાને ઇશનાં આશિષ પામ્યું,
સી. યુ. શાહ યુનિવર્સિટી થઇ ને કલ્પવૃક્ષ સર્જાયું.

સી. યુ. શાહ યુનિવર્સિટીની
અમે વાત બધાને કરીએ,
અમે જ્ઞાન હૃદયમાં ધરીએ.

સાધક જેવા અધ્યાપક આ જ્ઞાનોદ્યાને માળી,
દિગદિગંતમાં પરિમલ પ્રસરે એની વાત નિરાળી,
કલ્પતરૂની શત શત વિદ્યાશાખા આભે સ્પર્શે,
જ્યાં બેસીને છાત્રવિહંગ નિત જ્ઞાનગીત ઉર ધરશે,
વિહંગ સહુ આ ઉડશે ત્યારે જ્ઞાન બધે જ પ્રસરશે,
એમ રાજય આ, એમ રાષ્ટ્ર આ, અંતે વિશ્વ વિકસશે.

સી. યુ. શાહ યુનિવર્સિટીની
અમે વાત બધાને કરીએ,
અમે જ્ઞાન હૃદયમાં ધરીએ.

એ જ પ્રાર્થના – એના ઉપર નભ આખુ ય વરસજો,
એને અનુભવી ને જ્ઞાનીજન સદાય મળતા રહેજો,
સ્નેહસિંચને જ્ઞાનપુષ્પ, વિજ્ઞાનપુષ્પ ખીલી ઉઠતા,
અમે કલા-કૌશલ્ય થકી બીજાથી જુદા પડતાં,
જુદા છીએ જ્ઞાન થકી પણ પ્રેમ બધાને કરતાં,
સેવાનો આદર્શ લઇને અવનિપટે વિહરતાં.

સી. યુ. શાહ યુનિવર્સિટીની
અમે વાત બધાને કરીએ,
અમે જ્ઞાન હૃદયમાં ધરીએ...